રેશમી ડંખ - 13

(35)
  • 4.2k
  • 2
  • 2.8k

13 રાજવીરને ખબર હતી કે, માલ આપવા જવાનું અને લૅપટોપની બૅગ પાછી લાવવાનું આ કામ આસાન નહોતું. સિમરને અને વનરાજે આખરે શું જાળ બિછાવી રાખી છે ? એ વાતથી તે બિલકુલ અજાણ હતો. જોકે, તેને એટલી તો ચોકકસ જાણ હતી કે, થોડાંક કલાકો પછી તેની ગણતરી કાં તો કરોડપતિમાં થાય એટલા રૂપિયા તેની પાસે આવી ગયા હશે, અને કાં તો પછી તેની લાશ પડી ગઈ હશે ! અને એ દેખીતું જ હતું કે, રાજવીર પોતાની લાશ પડવા દેવા માંગતો નહોતો. તે સિમરન અને વનરાજનું કાવતરું નિષ્ફળ બનાવવા માંગતો હતો. તે સિમરન અને વનરાજની મૂળ યોજના કળી ચૂકયો હતો. સિમરને તેને