રેશમી ડંખ - 11

(35)
  • 4k
  • 3
  • 2.6k

11 કૈલાસકપૂર ઘવાયેલા સિંહની જેમ રૂમમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. કૈલાસકપૂરને સિમરનનો ઈ-મેઈલ મળ્યો, એટલે સિમરનને ગંદી ગાળો બકતાં તેણે પોતાના દોસ્ત અને પાર્ટનર વનરાજને મોબાઈલ કરીને અહીં બોલાવ્યો હતો. અત્યારે વનરાજ કૈલાસકપૂરે આપેલા સિમરનના ઈ-મેઈલ પર નજર ફેરવી રહ્યો હતો. વનરાજે ઈ-મેઈલ વાંચીને કૈલાસકપૂર સામે જોયું, એટલે કૈલાસકપૂરે ઊભા રહી જતાં મનનો ધૂંધવાટ ઠાલવવા માંડયો : ‘આ સિમરન શી ખબર મારા કયા જન્મની દુશ્મન છે ? સાલ્લીએ પચાસ કરોડ...’ ‘તે એના જેવી યુવતીને પરણવાની ભૂલ કરી છે, એટલે તારે એનું પરિણામ તો ભોગવવું જ પડશે ને !’ વનરાજે કહ્યું : ‘મને તો લાગે છે કે, સિમરન એની