રેશમી ડંખ - 9

(42)
  • 4.3k
  • 2
  • 2.7k

9 અંધારી આલમના જાસૂસ જગ્ગીનું ગળું દબાવીને તેમજ એની પત્ની માયાને માથે કોઈ વજનદાર વસ્તુના ફટકા મારીને એને ખતમ કરી નાંખવામાં આવી હતી, એ જોઈને રાજવીરને આંચકો લાગ્યો હતો. તે થોડી પળો સુધી જગ્ગીની લાશ જોઈ રહ્યો, પછી અત્યારે એક નિશ્વાસ નાંખતા તે આંચકામાંથી બહાર આવ્યો. તેને સમજાઈ ગયું. ‘જગ્ગી અને માયાના ખૂન તેના કારણે જ થયા હતાં. તેના કારણે જ એટલે કે, તેણે જગ્ગીને કૈલાસકપૂરની પત્ની સિમરનના ભૂતકાળ વિશે તેમજ એના દોસ્તો વિશે જે માહિતી શોધી કાઢવાનું કામ સોંપ્યું હતું, એમાં જગ્ગીએ જરૂર કોઈક ચોકાવનારી માહિતી મેળવી હતી, અને એ માહિતી તેના સુધી ન પહોંચે એ માટે જ આ