રેશમી ડંખ - 3

(40)
  • 4.7k
  • 2
  • 3.5k

3 રાતના આઠ વાગ્યા હતા. કૈલાસકપૂર તેની સામે બેઠેલા ને સિમરનના ફોટા પર નજર ફેરવી રહેલા ભાડૂતી હત્યારા રાજવીરને નીરખી રહ્યો હતો. કૈલાસકપૂરની રાજવીર સાથેની આ પહેલી જ મુલાકાત હતી. તે ભાડૂતી હત્યારા જેકૉલ ઉર્ફે ટાઈગર પાસે અગાઉ પણ કામ કરાવી ચૂકયો હતો, પણ રાજવીર તેના માટે અજાણ્યો હતો. સિમરને ટાઈગરને ખતમ કરી નાંખ્યો એ પછી તેણે પોતાના જમણા હાથ વિક્રાંતને બીજા ભાડૂતી હત્યારાને બોલાવવાનું કામ સોંપ્યું હતું. અને વિક્રાંતે બે કલાકની અંદર આ ભાડૂતી હત્યારા રાજવીરને બોલાવીને તેની સામે બેસાડી દીધો હતો. તેણે રાજવીર સાથે કોઈ વધારાની વાતચીત કરી નહોતી. તેણે રાજવીર સાથે સીધી જ કામની વાત કરીને એને