રેશમી ડંખ - 2

(44)
  • 4.9k
  • 2
  • 3.6k

2 આજ સુધી એણે જેની સુપારી લીધી હતી, એની ચોકકસ લાશ ઢાળી આપી હોવાનો રેકોર્ડ ધરાવતો ભાડૂતી હત્યારો જેકૉલ અત્યારે કૈલાસકપૂરના ફાર્મહાઉસમાં, કૈલાસકપૂરની સામે બેઠો હતો. જેકૉલ સાડા પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતો હતો. શરીરે એ સોટા જેવો પાતળો હતો. દેખાવ પરથી એવો લાગતો હતો કે, કોઈ માણસને કતલ કરવાની વાત તો દૂર રહી, પણ એ માખેય નહિ મારતો હોય. અત્યારે એ કૈલાસકપૂરે એને આપેલા સિમરનના ફોટા પર ઝીણવટથી નજર ફેરવી રહ્યો હતો. એ ફોટા પર નજર ફેરવીને એણે ‘સિમરન કયાં-કયાં હોઈ શકે ?' એના સરનામાઓના લિસ્ટ પર નજર ફેરવી અને પછી કૈલાસકપૂર સામે જોયું. ‘આમાં પાંચ લાખ છે.’ રૂપિયાના બંડલોનું