ધૂલો તો હરખપદૂડો (DTH) - 19

  • 1.5k
  • 788

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૯આપણે જોયું કે એ મહિનાની પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. એ દરમ્યાન કેતલાએ સધકી સંધિવાતના માસીયાઈ ભાઈ, અમિતના હાથ પીળા કરવાનું બીડું ઝડપ્યુ હતૂ. એણે પિતલીની તારામાસીને ફોન કરી આ સંદર્ભમાં વાત ચલાવી. હવે આગળ..."તારામાસી, વાત જાણે એમ છે કે...." એ પોરો ખાવા અટક્યો, "તમને માઠું ના લાગે તો એક વાત કરું.""બોલો, જમાઈરાજ. તમારી વાતને હોરર ફિલ્મોની જેમ રહસ્યમય બનાવવાને બદલે બેધડક થઈ જણાવો." અંદરથી ક્રોધિત તારામાસી મહામહેનતે પોતાની જાત પર કાબુ રાખી બોલી રહ્યાં હતાં.હવે કીમિયા અજમાવવા માટે યોગ્ય સમય આવી ગયો હોઈ કેતલાએ ધડાકો કર્યો, "માસી,