શમણાંની શોધમાં - પ્રકરણ 36

(62)
  • 3.3k
  • 1
  • 1.5k

          ચાર્મિ અને શ્યામ હેડની ચેમ્બરમાં પ્રવેશ્યા ત્યારે શ્યામે ફરી સ્વસ્થતા મેળવી લીધી હતી. એ એક વિશાળ ચેમ્બર હતી. હેડના ટેબલ સામેની દીવાલ પર બે એલ.ઈ.ડી. સ્ક્રીન દેખાઈ રહી હતી જેમાંની એક સ્ક્રીનમાં સંપૂર્ણ બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજ વારાફરતી બદલતા હતા તો બીજા સ્ક્રીન એક સાથે ચાર લીડીંગ ન્યૂઝ ચેનલ બતાવતી હતી.           જોકે તેઓ દાખલ થયા એ સમયે બંને સ્ક્રીન મ્યુટ હતી.           ચાર્મિ હેડના ટેબલ સામેની ચેર પર બેઠી. શ્યામ એ ચેમ્બર માટે નવો હતો માટે  હેડ બેસવાનું કહે એની રાહ જોતો ઉભો રહ્યો.