મરો ત્યાં સુધી જીવો - પુસ્તક સમીક્ષા

  • 41.3k
  • 6
  • 15.1k

પુસ્તકનું નામ:- મરો ત્યાં સુધી જીવો સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- 'મરો ત્યાં સુધી જીવો' પુસ્તકના લેખક ગુણવંત શાહનો જન્મ રાંદેર, સુરતમાં ૧૨મી માર્ચ ૧૯૩૭ના રોજ થયો હતો. તેમણે ૧૯૬૧-૭૨ દરમિયાન વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે પ્રવક્તા અને વાચક તરીકે સેવા આપી. વર્ષ ૧૯૬૭-૬૮ દરમિયાન તેમણે અમેરિકાની મિશિગન યુનિવર્સિટી ખાતે મુલાકાતી પ્રાધ્યાપક તરીકે પણ કાર્ય કર્યુ. ત્યારપછી ૧૯૭૨-૭૩ દરમિયાન તકનીકી શિક્ષક તાલીમ સંસ્થા, મદ્રાસમાં પ્રાધ્યાપક તેમજ શિક્ષણ ખાતાના વડા તરીકે સેવા આપી. વર્ષ ૧૯૭૩-૭૪ દરમિયાન તેમણે SNDT વિમેન્સ યુનિવર્સિટી, બોમ્બે ખાતે પ્રાધ્યાપક તરીકે સેવા આપી. તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પ્રાધ્યાપક તરીકે તેમજ શિક્ષણ વિભાગના વડા તરીકે પણ