પ્રણય પરિણય - ભાગ 56

(22)
  • 4.1k
  • 3
  • 2.6k

પ્રણય પરિણય ભાગ ૫૬'મલ્હાર સાથે બદલો લેવા માટે જ વિવાને તારી સાથે લગ્ન કર્યા છે. પ્રેમ બ્રેમ એ બઘુ નાટક છે તેનું, મલ્હારની બરબાદી જ એકમાત્ર ધ્યેય છે તેનું. કેમ કે વિવાન ફકત એની બહેનને પ્રેમ કરે છે. કાવ્યા માટે થઈને એ પોતાનો જીવ પણ આપી શકે છે અને કોઈનો જીવ લઇ પણ શકે છે.. મલ્હારને બરબાદ કરવાના વિવાનનાં પ્લાનમાં તું તો માત્ર એક પ્યાદું જ છે.' આટલું બોલીને સમાઈરા એક ક્ષણ અટકી. પછી ગઝલ સામે ધારદાર નજરે જોયું અને કટાક્ષયુક્ત અવાજે બોલી: 'કાલે કાવ્યાનું ઓપરેશન થશે એટલે કાવ્યા સાજી થઇ જશે અને મલ્હાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશે.. એકવાર મલ્હાર