જલપરી ની પ્રેમ કહાની - 22

  • 2.5k
  • 1.2k

મીનાક્ષી, મુકુલ ના મનમાં ઉઠી રહેલા તમામ પ્રશ્નો ના ઉત્તર આપી એના મનનું સમાધાન કરી રહી હતી ત્યાંજ બહાર થી મીનાક્ષી ની અનુચારિકા દોડતી અંદર આવી. તે હાંફી રહી હતી, તેના શ્વાસ ભારે થઈ ગયા હતા અને એ ગભરાયેલી પણ હતી. તેના મોઢા ને જોઇને જ લાગતું હતું કે નક્કી એ કંઇક ખરાબ સમાચાર લઈને આવી છે. રાજકુમારી મીનાક્ષી....તેના મોઢા માંથી આનાથી વધારે કંઈ નીકળી નતું રહ્યું. શું વાત છે? તારા શ્વાસ ને સહેજ હેઠો બેસાડ અને શાંતિ થી વાત કર. શાંતિ રાખવાનો સમય નથી રાજકુમારી. પણ થયું છે શું એતો કહે. આપણાં રાજ્ય પર કોઈ દુશમ રાજ્યએ હુમલો કર્યો