ભૂતનો ભય - 10

(18)
  • 3.5k
  • 1
  • 1.9k

ભૂતનો ભય ૧૦- રાકેશ ઠક્કર સાથે જીવશું સાથે મરશું અલિત અને મહિના એકબીજાને દિલોજાનથી ચાહવા લાગ્યા હતા. કોલેજમાં સાથે ભણતા હતા અને એકબીજા સાથે દિલ એવું હળીભળી ગયું હતું કે ‘સાથે હરશું સાથે ફરશું સાથે જીવશું સાથે મરશું’ ના ગીત ગાવા લાગ્યા હતા. જન્મોજન્મના બંધનમાં બંધાવાની વાત કરવા લાગ્યા હતા. કોલેજમાં ભણતા હતા એ સમય તો શાંતિથી પસાર થઈ ગયો. બંનેનો કોલેજનો અભ્યાસ પૂરો થયા પછી પ્રેમમાં અંતરાયો આવવા લાગ્યા હતા. હવે હળવું મળવું સરળ ન હતું. મહિના માટે હવે ઘરમાંથી કામ વગર બહાર નીકળવાનું મુશ્કેલ હતું. અલિત નોકરીએ લાગી ગયો હતો. ફોન પર લાંબો સમય વાત કરવાથી બંનેનું દિલ