ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 42

  • 2.2k
  • 1.3k

સૂર્યોદય પ્રતાપ મહારાણા બન્યા            સંધ્યાકાળનો રમણિય સમય હતો વાતાવરણમાં મંદ મંદ સુગંધિત સમીર લહેરાઈ રહ્યો હતો. રાજપુતાનાના મેવાડમાં, ઉદયપુર પાસે આવેલા ગોગુન્દામાં, રાજમહેલમાં મહારાણા ઉદયસિંહ પોતાની અતિપ્રિય રાણી ધીરબાઇ ભાટિયાની સાથે પ્રણયમસ્ત દશામાં વિહાર કરી રહ્યા હતા. રાણીની યુવાનીનો વસંતકાળ  જણાતો હતો.  મહારાણાની યુવાનીની પાનખર ચાલતી હતી. મહારાણા ઉદયસિંહની અતિપ્રિય   પત્ની ધીરબાઇ સૌંદર્યવતી હતી. તે મહારાણાના હૃદયનો ધબકાર હતી.1            ઈ. સ. ૧૫૭૨ના,ફેબ્રુઆરી માસની ૨૭મીની એ સોહામણી સંધ્યા હતી. આજે આખો દિવસ મહારાણાએ બેચેનીથી વિતાવ્યો હતો. તેઓએ પુષ્કળ મનોમંથન અનુભવ્યું.  પોતાના અર્ધસૈકાના જીવનપથ ચિત્રવિચિત્ર સ્મૃતિ-સેર તેમની આગળ તરવરી રહી હતી.              મેવાડના ઇતિહાસની છેલ્લા તેત્રીસ વર્ષની, એકેએક ક્રાંતિકારી