ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 41

  • 2k
  • 910

વારસદાર              બાદશાહ  જલાલુદ્દીન અકબરનો સિતારો બુલંદી પર પહોંચ્યો. ચારેબાજુ ફતેહ હાંસિલ થતી હતી.  એણે દાદા અને પિતાના માર્ગેથી થોડો વળાંક લીધો હતો. રાજપુતોને તેણે શાસનમાં મોટી જવાબદારીઓ સોંપવા માંડી હતી.           “હું આ દેશનો છું. મારે ઇસ્લામનો પ્રચાર કરવાનું ધ્યેય નથી રાખવું  હું બાદશાહ છું ધર્મપ્રચારક નહીં.” આ તથ્યો પર તેણે શાસન કરવા માંડ્યું.”            બાદશાહ અને જોધાબાઈ કાબુલ પહોંચ્યા.       ” કાબુલમાં અમારા ખાનદાનના સૌથી બુઝુર્ગ આદરણીય અમ્મા મુબારક બેગમ વસે છે.” અકબરશાહે   મલિકા જોધાબાઈને કહ્યું.              અને કાબુલમાં મુબારક બેગમની મુલાકાત થઈ ત્યારે જોધાબાઈને એ વાતની પ્રતીતિ થઈ. ૬૮ વર્ષની જૈફ વયે તેઓ તંદુરસ્ત હતા