ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 39

  • 2k
  • 1k

ઈન્સાફ કા ફરિસ્તા                એ દિવસો પ્રજા માટે આતંકદાયી હતા.  યવનોના આક્રમણો એ સામાન્ય ઘટના બની ગઈ હતી. માંડુનો સુલતાન બાઝબહાદુર વીર હતો.            બાઝ બહાદુર જેઓ વીર હતો તેવો જ ઉત્તમ શાયર પણ હતો. હિન્દી-ઉર્દૂના ક્લેવરને ઘડવામાં બાદશાહ બલ્બનના સમયથી સચોટ પ્રયત્નો થયા હતા. એમાં શીર્ષ સ્થાને અમીર ખુશરો હતા. પછી ‘પદ્માવત’ ના રચયિતા મલિક મહંમદ જાયસી અને હવે દિલ્હી દરબારમાં રહીમ ખાનખાનાન તથા માળવામાં બાઝ બહાદુર એને આગળ ધપાવી રહ્યા હતા.            સુલતાન બાઝ બહાદુર કહેતા," ઉર્દૂ જબાન તો મુસ્લીમ શાયરો અને હિંદુ કવિઓ કબીર ,તુલસીદાસ , નાનક , મીરાં એ સજાવેલો અણમોલ ખજાનો છે.”