વિસામો.. 11

  • 2.6k
  • 2
  • 1.2k

~~~~~~~ વિસામો - 11 -  ~~~~~~~     હવેલીના સિંહાસન ઉપર બેઠા બેઠા ગોરલબા, મનમાં ને મનમાં ચારેબાજુ ફેલાયેલા પોતાના માણસોની સુરક્ષા સાવચેતીથી ચકાસી રહયા હતા,.. એમના મત પ્રમાણે એક ગૂનેગાર ને માફ કરવો પડે તો ચાલે પરંતુ, કોઈ પણ બેગુનાહ વિના વાંકે ના જ પિસાવો જોઈએ,..  મનમાં ને મનમાં એમની તમામ સેના ની સુરક્ષા ની ગણતરી કરતા એમને આસ્થા યાદ આવી ગઈ,..    "દરબાર, આસ્થા ની આસપાસ,.. " ગોરલબા થી પુછાઈ ગયું    "બા, એ ચોતરફ સુરક્ષિત છે,.. દરબારના સૂચન મુજબ એની વ્યવસ્થા મેં જ કરી હતી,.. " પૃથ્વી એ સાંત્વન આપતા ગોરલબા ને કહ્યું,.. જો કે એને પોતાને ત્યારે જરા પણ અણસાર નહોતો કે વિક્રમ સિંહ અને ગોરલબા આસ્થાની સુરક્ષાએ માટે આટલું