પ્રારંભ પ્રકરણ 73કેતન જેતપુરથી પાછા વળતી વખતે એક દિવસ માટે રાજકોટમાં અસલમ શેખના ત્યાં રોકાયો હતો. અસલમના મકાનમાં એક પ્રકારની ઉદાસીનો અનુભવ કેતનને થયો હતો. એણે આ બાબતે અસલમને પૂછ્યું હતું. અસલમે જણાવ્યું હતું કે એના મામુ કરીમખાનની દીકરી રેહાના દસ દિવસ પહેલાં જ વિધવા થઈ હતી. એના વર ઝકીનનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું એટલે ઘરમાં થોડું શોકનું વાતાવરણ હતું.રાત્રે ૧૧ વાગ્યે કેતન અસલમના બંગલે એના બેડરૂમમાં સૂતો હતો ત્યારે એને કંઈક વિચિત્ર અનુભવ થયો હતો. એને ઊંઘ આવતી ન હતી અને જાણે આ બેડરૂમમાં કોઈની હાજરી હોય એવો આભાસ એને થતો હતો. થોડીવાર પછી એણે ઓઢેલો કામળો કોઈ