પ્રારંભ - 72

(76)
  • 5.3k
  • 3
  • 3.4k

પ્રારંભ પ્રકરણ 72કેતને જેતપુર આવીને પોતાની સિદ્ધિનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને અંજલિ નામની ૧૪ વર્ષની કન્યાને નરકમાં જતી બચાવી હતી. અંજલિના પિતા વિઠ્ઠલભાઈ વેગડા કેતન ઉપર ખૂબ જ ખુશ હતા. એમણે પોતાની દીકરી માટે મુંબઈથી કેતનને બોલાવવા બદલ જીતુનો પણ આભાર માન્યો હતો. જમી લીધા પછી કેતને વિઠ્ઠલભાઈની વિદાય માગી હતી. વિઠ્ઠલભાઈએ બે હાથ જોડી કેતનને બે લાખનું પેકેટ સ્વીકારવા કોશિશ કરી હતી પણ કેતને મક્કમ રહીને કંઈ પણ લેવાની ના પાડી હતી. જતાં જતાં કેતને અંજલિને એનો મોબાઈલ નંબર તાત્કાલિક બદલી નાખવાની સલાહ આપી હતી. જેથી છંછેડાયેલો રોહિત કોઈપણ સંજોગોમાં એને ફોન કે મેસેજ ના કરી શકે. "