અધૂરો અભિપ્રાય અસત્યની વધુ નજીક હોઈ શકે છે

  • 2.2k
  • 772

હું સાચો.. તું ખોટો..નું ઘમાસાણ જીવન ભર ચાલતું રહે છે..દરેકને પોતાની વાતને સાચી ઠેરવવી હોય છે અને આ સાચા ખોટા નું દ્વંદ આપણા મનમાં જીવનભર ચાલતું રહે છે, અને આ લડાઇમાં આપણે જીવવાનું જ ભૂલી જઈએ છીએ.. આપણે આપણી વાતને પુરવાર કરવા માટે એડી ચોટીનું જોર લગાવી દઇએ છીએ, તો વળી ક્યારેક છળકપટનો સહારો લેતા પણ ખચકાટ નથી અનુભવતા, જીવનના મૂલ્યોને નેવે મૂકીને જૂઠની મોટી ઇમારત ઉભી કરી દઈએ છીએ, યેનકેન પ્રકારે આપણે આપણી વાત..વિચાર કે પછી આપણી જોહુકમી બીજા ઉપર થોપવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ,હું હમેંશા સાચો જ છું એ કદાચ આપણા દષ્ટિકોણથી યોગ્ય હોઈ શકે, પરંતુ સામેવાળા માટે