જઠર ની વ્યથા

  • 3.9k
  • 1
  • 1.6k

જઠરની વ્યથા***********‘અરે, આ શું માંડ્યું છે?રાતના સાડા અગિયાર વાગ્યા છે એનું આને કઈ ભાન-બાન છે કે નહિ?આ ડોબો આટલી મોડી રાત્રે નાઈટ ફૂડ બાઝાર માં બધું ઝાપટવા બેઠો છે તો એ બધાનોનિકાલ કોણ કરશે? સાલી આ તો કાઈ જિંદગી છે!મને અત્યારે હવે સખત થાક લાગ્યો છે અને આરામની જરૂર છે. અરે ભાઈ લીવર, તું જાગે છે? તને મગજનો કોઈ મેસેજ મળ્યો?અત્યારે આણે પહેલા એક ડીશ તીખી તમતમતી પાઉભાજી ખાધી, એના પર ચીઝથી નીતરતો ઢોસો ખાધો અને હવે આઈસ્ક્રીમ લઈને બેઠો છે. આ બધું પચાવશે કોણ?એના બાપ જન્મારામાં હાથ-પગતો હલાવતો નથી. હમણાં બાઈકની ચાવી ભરાવીને હવામાં ઉડશે અને ઘરે જઈને પથારીમાં