દરિયા નું મીઠું પાણી - 10 - નરસૈયો

  • 2.2k
  • 1.3k

હાથમાં નાની એક તપેલી લઇને જૂનાગઢની પંચહાટડીમાં એક માણસ ચાલ્યો આવતો હતો. ભાદરવા મહિનાનાં વાદળાં આકાશમાં મોટાં વાહણો જેવાં ચાલ્યાં જતાં હતાં, ને ખોરડે ખોરડાના છાપરા પર કાગડાના ઝૂંડેઝૂંડની કાગારોળ મચી હતી.આંગણામાં અને અગાશી ઉપર ઊભા ઊભા ઘરઘરના લોકો 'કાગ ! કાગ ! કાગ!' એવા પુકાર કરતા કરતા ખીર અને પોળીની કાગવાશ નાખતા હતા.તપેલી લઇને ચાલ્યો આવતો માણસ ખૂબ શરમાતો હતો. એ ઊંચું જોઇ શકતો નહોતો. એને ક્યાં જવું છે તેની જાણે એને ખબર નહોતી પડતી. એના માથા પર વેરાગીઓ પહેરે છે તેવી કાનટોપી હતી, ટૂંકું ધોતિયું હતું. કંઠે તુળસીની માળા હતી. એક બંડી પહેરેલી.એ ચલીસેક વર્ષનો છતાં પચીસથી વધુ