દરિયા નું મીઠું પાણી - 8 - ચારણ માતા નેહડી

  • 2.4k
  • 1
  • 1.2k

સાંઈ નેહડી ચારણ માતાજીમધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે માઝા મેલી હોય તેવું જળબંબાકાર: વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાનાં નેસડાં જ અનામત હતાં. અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડી એ નેસમાંથી ટમટમતા હતા.સમજદાર ઘોડો એ દીવાને એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે. પોતાના ગળે બાઝેલો અસવાર જરીકે જોખમાઇ ન જાય તેવી રીતે ઠેરવી-ઠેરવીને ઘોડો દાબલા માંડે છે. વીજળીને ઝબકારે નેસડાં વરતાય છે. ચડતો, ચડતો, ચડતો ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભીને એણે દૂબળા ગળાની