ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૭આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. જેમાં સધકીના માસીયાઈ અમિતભાઈને માત્ર એક મહિનામાં યોગ્ય ઠેકાણે પાડવાની લગભગ અશક્ય એવી જવાબદારી કેતલા કીમીયાગારએ સ્વેચ્છાએ સ્વીકારી લીધી હતી. પણ એ મધરાતે સધકીના માસી અને અમિતના માતાનો સધકી સંધિવાત પર ફોન આવ્યો. હવે આગળ...સધકીની લાડકી મીનામાસીનો અડધી રાતે ફોન આવ્યો એટલે સૌ સાથે સાથે સધકી સંધિવાત પણ ચિંતામાં પડી ગઈ. એ હજી બૈજુ બાવરી સાથે મોબાઈલ પર વાત કરતી હતી અને માસીનો ફોન આવ્યો એટલે સધકીએ ઝડપભેર કોલ કાપીને તરત માસીનો ફોન લીધો, "માસી, અત્યારે?"માસીનો રડમસ અવાજ આવ્યો,