ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 37

  • 2.4k
  • 1.5k

કુછવાહા ભારમલ      આમેરના  કિલ્લામાં સોંપો પડી ગયો. આજે મહારાજા ભારમલજી કુશવાહા ભારે ચિંતાગ્રસ્ત હતા. આમેરનું રાજ્ય રાજપૂતાનામાં આગળ પડતું રાજ્ય હતું. તેના રાજાઓ રાજપુતી આન ,બાન અને શાન માટે પંકાયેલા હતા.              તેઓ સૂર્યવંશી રાજપૂત હતા. વિજેતા કુશના વંશના તેમના વંશજો ‘કુશવાહ’ કહેવાતા. સમય જતાં એનું અપભ્રંશ ‘કુછવાહા’ બની ગયું. રોહતાસગઢ, નિષધ ,ગ્વાલિયર. નરવર વગેરે સ્થળોએ તેમનાં રાજ્યો હતા. વ્રજદામાં તેમનામાં પ્રસિધ્ધ રાજવી થઈ ગયો. એનો પુત્ર સોંઢદેવ રાજપૂતાનામાં આવ્યો. એના પુત્ર દુલ્હેરાયે દોસાક્ષેત્રનો પ્રદેશ જીતો ગાદી સ્થાપી. દુલ્હેરાય કુછવાહાના પુત્ર કોકીલે અંબિકાપુર પ્રદેશના મીણાંઓને હરાવ્યા. અંબિકાપુર પર વિજય મેળવ્યો.  આ મીણાં  જાતિ જયપુર અને જોધપુરની સરહદે, પાસે