પરેશભાઈના ચહેરા પરથી સાફ જણાઈ રહ્યું હતું કે, જરૂર કોઈ પરેશાની એમને થઈ રહી છે. કુંદનબેન બોલ્યા, શું થયું પરેશ? કોનો ફોન હતો?'ભાઈ નો ફોન હતો. બાપુજી રજા લઈને પ્રભુચરણ પામી ચુક્યા છે.' આટલું તો પરેશભાઈ માંડ બોલી શક્યા હતા.ઉપસ્થિત દરેક સદ્દશ્ય દુઃખી થઈ ગયું હતું. થોડી વાર પહેલા હરખે ઝૂલતી પ્રીતિ એકદમ હતપ્રભ થઈ ગઈ હતી. એને દાદાના શબ્દો યાદ આવ્યા, 'મારે પ્રીતિની સગાઈમાં આવવાની ઈચ્છા છે હું ત્યારે જરૂર આવીશ!' આ વાત યાદ આવતા અચાનક જ એક આંસુનું ટીપું પ્રીતિની આંખમાંથી સરકી ગયું હતું. એ આ ઘા મૌન રહીને જ પચાવી ગઈ. પણ દિલ ખુબ વલોપાત અનુભવતું હતું.