મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 7

  • 2k
  • 1
  • 936

રાતના અંધારામાં કોઈનો પ્રવેશ થતાં તે થોડીવાર માટે ડરી ગઈ હતી. એણે ઊભા થતા પોતાની બાજુમાં સૂઈ રહેલા બંને બાળકોને શાંત સૂતા જોઈને હાશ થઈ હતી.જેમ તેમ કરીને અવાજ ન થાય એમ તે બહાર આગણમાં આવીને ઊભી રહી. આજુ બાજુ જોતા તેની નજર થોડી થોડી વારે થઈને સૂતેલા બાળકો પર જઈને સ્થિર થઈ જતી હતી. "ઋતુલા.... ઋતુલા...."બોલતાની સાથે જ તેણે પાછળથી આવીને તેને ઉપાડી લીધી.ઘરની ફરતે ગોળ ગોળ ફેરવીને તેણે પોતાની ખુશી તેની સામે જાહેર કરી હતી.આ પહેલા એ ક્યારેય આટલો ખુશ નહોતો જેટલો આજે હતો.તેની ચેહરા પર રહેલા દરેક સ્નાયુ તેની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. "નંદી...નીચે ઉતાર....બાળકો ઉઠી