રૂપલ ની લવ સ્ટોરી - 2

  • 3.3k
  • 1
  • 1.8k

રૂપલનો જન્મદિવસ ધામ -ધૂમથી ઉજવ્યા બાદ હવે બધા તીર્થ ની સગાઇ ની તૈયારી અને શોપિંગ કરવા લાગી જાય છે.તીર્થ માટે એક સરસ મજાનો સફારી સૂટ બનાવવા આપી દીધો હતો. રૂપલ તથા તેમની ભાભી શિખા બને શોપિંગ અને ઘરેણાં ની ખરીદી કરવા નીકળી જાય છે.તીર્થ ની સગાઇ વિરમ પાર્ટી પ્લોટમાં રાખવામાં આવી હતી.પાર્ટી પ્લોટ ને સરસ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યો હતો. ગેટ બારે મોટા બેનર લગાવવામાં આવ્યા હતા જેમાં લખ્યું હતું 'અંતાણી' પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે.તથા અતિથિ ના સ્વાગત માટે બે મહિલા અને બે પુરૂસો ગેટ પાસે ઉભા રાખવામાં આવ્યા હતા,જે આવનાર મહેમાનો પર ખુશ્બૂદાર અંતર છાંટતા અને બધાય