1) જીવ જન્મ લેય એની હારે જ જાગી ઉઠે છે કાઇક યાદો, મનની વાતો. મનની વાતો ખૂબ બળશાળી હોય પણ વિચિત્ર અનુભૂતિ કરાવે. હંમેશા આપણી સાથે રહે, આપણી હારે જે જે ઘટનાક્રમ થાય છે એ ક્યાંય ને ક્યાંય, કોઇને કોઇ સ્થાને "યાદ" સ્વરૂપે રહી જાય છે. પણ ક્યારેક ક્યારેક આપણે ભૂલી જઈએ કે આ યાદો આપણી છે તો એમાં આપણે શું રાખવું અને શું ન રાખવું એ આપણા પર નિર્ભર છે. આ જીવનમાં શું સાચવવું જોઈએ - સુખ, આનંદ ના ક્ષણ, એ ક્ષણ જ્યાં આપણા પર કોઈએ ઉપકાર કર્યો, એ ક્ષણ જ્યાં કોઈએ સારી મિત્રતા નિભાવી, એ ક્ષણ જ્યાં કોઇને