ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 34

  • 1.8k
  • 1.2k

અમાનત મોગલોની રણથંભોર પર ચડાઈ -૧       રાજપૂતાનાનો પ્રથમ કક્ષાનો કિલ્લો ચિત્તોડગઢ હતો. રણથંભોર દ્વિતીય ક્રમે આવતો હતો. શહેનશાહ અકબરના સમય માં સુરજનસિંહ હાડા ત્યાં નો રાજવી હતો. હાડા અણનમ હોય છે. તેથી જ કહેવાતું કે, સો ખસે ખાડા પરંતુ એક ન ખસે હાડા. ઈ. સ. ૧૫૭૧ નો સમય હતો.      મોગલ શહેનશાહના હાથે ચિત્તોડગઢનું પતન થઈ ચૂક્યું. મહારાણા ઉદયસિંહ અરવલ્લીની પહાડીઓમાં ,ગોગુન્દા પાસે જતા રહ્યા હતા. કૃષ્ણે મથુરા છોડી દ્વારિકા વસાવ્યું હતું તેમ મહારાણા ઉદયસિંહે પણ એક નગર ગોગુન્દાની પાસે આબાદ કર્યું હતું. તે નિર્માણાધીન હતું. એમ કહેવાતું કે, રાજા મીદાસની સુવર્ણ-લાલસા ક્યારેય સંતોષાઈ ન હતી. હવે અક્બરશાહ એ