લેટરની હકીકત શું?ઘણીવાર માત્ર હકીકત કલ્પના સુધી જ સીમિત હોય છે, કારણકે કલ્પના પણ આખરે ક્યાંકથી તો ઉદભવે છે તો શું કલ્પના વાસ્તવમાં હકીકત બની શકે ખરી? અડધી રાતે અણધાર્યા સવાલો શિવાયના મનમાં ઉદભવતા હતા જાણે તેને મનોમન ઠેશ પહોંચાડતા હતા,વરસાદી મોસમ સાથે સવાર પડી અચાનક વીજળીમાં અવાજો વચ્ચે ધોધમાર પડતો વરસાદ શિવાયના કાનમાં ગુંજવા લાગ્યો તેની આંખો વિન્ડોમાંથી વરસાદના મોતી સમાન પડતા વેગમા થીડીવાર ખોવાઈ જવા આતુર લાગતી હતિ,પણ કોલેજ જવાનો પણ સમય થઇ રહ્યો હોવાથી તેણે ફ્રેશ થવાનું નક્કી કર્યું...અડધો કલાક પછી ફ્રેશ થયાં બાદ બ્રેકફાસ્ટ લીધો અને શિવાય કોલેજ જવા નીકળ્યો વરસાદ થોડો થંભી ગયો હતો, આ