ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 31

  • 2.2k
  • 1.5k

મહારાણા વિક્રમાજીત બાદશાહ ની મહેમાનગતિ મહારાણા વિક્રમાજીત ને અમદાવાદ નું સ્મરણ થઈ આવ્યું.  ગુજરાત નો શાહજાદો ચાંદખાઁ તેનો પરમમિત્ર  બની ગયો હતો. બાદશાહે તે વખતે રાજકુમાર વિક્રમાજીતને બાન માં રાખી લીધો હતો.       આથી વિક્રમાજીતને ગુજરાતની રાજધાની અમદાવાદમાં થોડો વખત રહેવાનો લાભ મળ્યો હતો.  તે વેળા ચાંદખાઁ  તેનો જિગરી દોસ્ત બન્યો હતો. કવ્વાલી અને નાચની મહેફીલો , શાહી  રંગત અને વૈભવ , શરાબના જ્યાં અને ખૂબસૂરત સાકીની મસ્તી , એના મૃગાક્ષી નયનો . બાંકી અદા ,હાસ્ય અને મજાકના ફૂવ્વારા , ગઝલો અને હૂશ્ન ની પરીઓના જલસા નિહાળીને રાજકુમારનું મન બેકાબૂ બની જતું. એના યુવાન હૈયામાં સુષુપ્તપણે  ઈશ્કની મરદ જગાવવામાં આ