દુનિયામાં ચમત્કાર છે?

  • 2.7k
  • 1
  • 1.2k

લોકોની માન્યતાઓનો પ્રવાહ અવળી દિશામાં ખેંચી જનારું પ્રબળ પરિબળ આ કાળમાં ઠેરઠેર છાઈ રહ્યું છે, અને તે છે ચમત્કાર વિશેની જાતજાતની અંધશ્રદ્ધાઓ જન્માવતી જાહેરાતો ! જે દેશની પ્રજા ચમત્કારોની માનતી, રાચતી ને પૂજતી થાય, તે દેશનું અધ્યાત્મ પતન ક્યાં જઈ અટકશે, તેની કલ્પના થાય જ તેમ નથી. ચમત્કાર કહેવો કોને ? બુદ્ધિથી ના સમજાય તેની બહારની ક્રિયા થઈ તે ચમત્કાર ? પણ તેમાં બુદ્ધિની સમજની સાપેક્ષતા માણસે માણસે ભિન્ન હશે. એકની બુદ્ધિમાં ના સમાય તો બીજાનામાં સમાય. બુદ્ધિની સીમાય દરેકની ભિન્ન ભિન્ન જ ને ! આ કાળમાં ચમત્કારની ભ્રાંત માન્યતાઓને જડમૂળથી ઉખેડી નાખતા પરમ કૃપાળુ દાદાશ્રી સદા કહેતા કે ચમત્કારની