મીરાંબાઈ એ મહાકરુણા ઘટના હતી. મહારાણા રતનસિંહ હરિની લાડલી મીરાંને હેરાન કરવા કોઈ નવી ચાલ રમે તે પહેલાં એક બનાવ બની ગયો. બૂંદીના રાવ સૂર્યમલ્લ સાથે અહડિયાના જંગલમાં શિકાર ખેલવા ગયેલા મહારાણા યજમાન સાથે યુદ્ધ ખેલવું પડયું. આ યુધ્ધમાં બુંદીના રાવ સૂર્યમલ્લ અને મહારાણા રતનસિંહ પરસ્પર ઘાવ કરીને મોતને ભેટયા. યજમાન અને મહેમાન બને ગયા. એ સાલ હતી ઈ.સ ૧૫૩૧ ની. હાડારાણી જવાહરબાઈ નો પુત્ર વિક્રમાજીત ગાદી એ બેઠો બુંદી અને ચિત્તોડએ રાજવીઓ ગુમાવીને ભારે આંચકો અનુભવ્યો. રાજમાતા ધનબાઈ જોધપુરના હતા. જોધપુર અને મેડતાના રાજવીઓના સંબંધો સારા ન હતા. આ સ્વાર્થી જગતમાં માનવીની પ્રગતિમાં હંમેશાં પિત્રાઈઓ