ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 28

  • 1.8k
  • 946

સમર્પણ                          ત્યાગ માનવીને મહાન બનાવે છે. સ્વાર્થ માનવીને વામણો બનાવે છે. ભક્તિ હોય ,વફાદારી હોય ,કે રાષ્ટ્રભક્તિ હોય સમર્પણનો મહિમા તો અદભુત હોય છે. મીરાંએ ભગવાનને ચરણે પોતાનું સર્વસ્વ સમર્પી દીધું હતું. એનું મનડું માયામાંથી હટીને હરિ ચરણોમાં લાગી ગયું. હતું. એને ગોવિંદ પ્યારો લાગતો હતો. જગત ખારું લાગતું હતું. એણે કોઈપણ પ્રકારનો ડાઘ ન લાગે એવો કાળો કામળો ઓઢી લીધો હતો. એનું નિવાસ સંતોનું પવિત્ર તીર્થ બની ગયું હતું. સંત સમાગમ દુર્લભ છે. મહારાણા સાંગાજી સમજતા હતા. પોતે આજીવન યોદ્ધા હતા એટલે મીરાંના સંત જીવનને પ્રોત્સાહન મળે એટલા માટે એક વિશાળ ભવન ,નોકરચાકરો  અને તમામ પ્રકારની સુવિધા માટે