રામનામ - 9 - છેલ્લો ભાગ

  • 1.7k
  • 768

(9) ૧૧. ઇશ્વરના નામરૂપી અમૃત પ્રાર્થના પછી ગવાયેલા મીરાંબાઇના ભજન ઉપર વિવેચન કરતાં ગાંધીજીએ કહ્યું કે, આ ભજનમાં ભક્ત પોતાના આત્માને ઇશ્વરના નામરૂપી અમૃત ધરાઇને પીવાને કહે છે. ભૌતિક ખોરાક અને પીણાંઓથી માણસ ઓચાઇ જાય છે. (એટલે કે તેને તે ખોરાક અને પીણાંની સૂગ આવવા માંડે છે અને વધારે પડતુ ખાવાથી કે પીવાથી માણસ બીમાર પડે છે. પરંતુ ઇશ્વરના નામરૂપી અમૃત પીવાને એવી કોઇ મર્યાદા નથી. એ અમૃતની ખૂબી એવી છે કે તે જેમ પિવાય તેમ તેની તરસ વધે છે, પરંતુ એની શરત એ કે એ અમૃત હ્ય્દય વસી જવું જોઇએ. એમ થાય ત્યારે આપણા સર્વ ભ્રમો, આપણી સર્વ આસક્તિઓ,