હેલન કેલર

  • 3.3k
  • 1.9k

હેલન કેલર દુનિયાભરનાં પ્રજ્ઞાચક્ષુ તથા વિકલાંગો માટે આશાનું કિરણ પ્રગટાવનાર અને તેમને માર્ગદર્શન આપનાર અમેરિકાની સેવાભાવી સન્નારી હેલેન એડમ્સ કેલારનો આજે ૨૭ જુને જન્મદિન છે. એક અમેરીકી લેખક, રાજનૈતિક કાર્યકર્તા તથા વ્યાખ્યાતા તેવા હેલન કેલર પશ્ચિમ તુસ્કમ્બિયા, અલાબામામાં જન્મેલા. ૧૯ મહિનાની ઉંમરે મગજ અને હોજરીની માંદગીના હુમલા પછી તેમની દૃષ્ટિ અને શ્રવણશક્તિ ગુમાવી દીધી હતી. તેમણે છ વર્ષની ઉંમર સુધી ઘરે જ સાંકેતિક ભાષા શીખવાનો અભ્યાસ કર્યો હતો. સાત વર્ષની ઉંમરે તેઓ તેમના પ્રથમ શિક્ષિકા અને જીવનભરના સાથીદાર ઍની સુલિવાનને મળ્યા હતા, જેમણે તેમને વાંચન અને લેખન સહિતની ભાષા શીખવી હતી. પિતા આર્થર આદમ સંયુક્ત સંસ્થાનના ધનાઢય અધિકારી હતા. માતાનું