પ્રારંભ - 69

(60)
  • 4.5k
  • 3
  • 2.9k

પ્રારંભ પ્રકરણ 69રોહિત અંજલિને હવે કેવી રીતે પોતાની માયાજાળમાં ફસાવવી એની બરાબર તૈયારી કરીને ધીમે ધીમે અંજલિ તરફ આગળ વધ્યો. કાલે બપોરે અંજલિનો ફોન આવ્યો કે તરત જ એ બધી તૈયારીમાં લાગી ગયો હતો. મુંબઈનાં બે ત્રણ મોટાં પ્રોસ્ટીટ્યુટ સેન્ટરોમાં બીજાં રાજ્યોની છોકરીઓ સપ્લાય કરતા એક માથાભારે દલાલ મુદ્દલિયાર સાથે અંજલિનો સોદો ફાઇનલ કરી એણે ૫૦૦૦૦ એડવાન્સ લીધા હતા. એમાંથી ૫૦૦ રૂપિયાનું એક સરસ ટીશર્ટ અને એક મોંઘુ જીન્સ ખરીદ્યું હતું. પરફ્યુમની બોટલ પણ લઈ આવ્યો હતો. સાંજે વાળ પણ સેટ કરાવી દીધા હતા. અંજલિ માટે રહેવાની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી હતી. જ્યાં સુધી એનો સોદો ના થાય ત્યાં