પ્રારંભ - 68

(72)
  • 5.2k
  • 6
  • 3.2k

પ્રારંભ પ્રકરણ 68જેતલસર જંકશનથી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ બપોરે દોઢ વાગે ઉપડતો હતો. ત્રણ દિવસથી અંજલિ મુંબઈ જવાની તૈયારી કરી રહી હતી. ઘરેથી કઈ રીતે નીકળવું એનું એણે ઘણું મનોમંથન કર્યું હતું. અંજલિ જેતપુરમાં સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલમાં ૯મા ધોરણમાં ભણતી હતી. દેખાવે ઘણી સુંદર હતી પણ ભણવામાં એવરેજ હતી. ભણવા કરતાં ઈતર પ્રવૃત્તિઓમાં એને રસ વધારે હતો. ડાન્સનો ખૂબ જ શોખ હતો અને નવરાત્રીમાં ગરબા પણ સરસ ગાતી હતી. અભિનય જાણે એના લોહીમાં હોય એમ આ ઉંમરે પણ એ હિરોઈન બનવાનાં સપનાં જોતી હતી. સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય હતી. ઈન્સ્ટાગ્રામ ફેસબૂક વોટ્સએપ વગેરેમાં એ સતત રચી પચી રહેતી. ફિલ્મો જોવાનો