1) કોઈ પણ વસ્તુને બાંધવા માટે કોઈ બંધન કે દોરીની જરૂર પડે. પરંતુ આ દોરીને બાંધી શકવાની શક્તિ કોણ આપે? એ છે ધાગા. જેનાથી જોડાય ને આ દોરી બની છે. તો પ્રેમ ને કઈ દોરીથી પોતાના હારે બાંધશો? પ્રેમ બને છે વિશ્વાસથી. અને વિશ્વાસની દોરી ના ધાગા સત્યથી ગુંથવામાં આવે છે. હવે પ્રશ્ન થાય કે સત્ય શું છે? એ જે આપણે જોયું, એ જે આપણે વિચાર્યું, ના. આપણું સત્ય એ છે કે જેના પર આપણે વિશ્વાસ કર્યો અને વિશ્વાસ એ જેને આપણે સત્ય સમજી લીધું છે. વાસ્તવિકતામાં સત્ય અને વિશ્વાસ એક જ સિક્કા ની બે બાજુ છે. જ્યાં સત્ય નથી