ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 22

  • 1.8k
  • 908

પડી પટોળે ભાત          પૃથ્વીરાજ અને તારાદેવી સુખપૂર્વક જિંદગી પસાર કરી રહ્યા હતા. જ્યારે મેવાડના રાણા રાયમલને પુત્રનાં પરાક્રમો ની જાણ થઈ ત્યારે તેમણે હર્ષપૂર્વક એક દૂત મોકલ્યો. “આપના પિતાજીએ મારી સાથે આ સંદેશો મોકલ્યો છે.” દૂતે કહ્યું. પૃથ્વીરાજે સંદેશો વાંચ્યો, “બેટા, પૃથ્વીરાજ, તેં ક્ષત્રિયોચિત વીરતા દાખવી છે. મારું નામ ઉજાળ્યું છે કુળને ગૌરવ અપાવ્યું છે. કોમલમેરનો કિલ્લો હું તારા માટે સોંપું છું. તારી ઈચ્છા થાય ત્યારે તું ત્યાં જઈને વસજે.”  સાથે પુત્રવધુને કીમતી ભેટો અને આશીર્વાદ પણ મોકલાવ્યા. થોડા દિવસ પછી પૃથ્વીરાજે તારાને કહ્યું. “તારા, આપણે હવે કોમલમેરમાં જઈને વસ્તુ જોઈએ.” હું પણ એ જ ચાહું છું. ત્યાં આપણે