ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 9

  • 2.8k
  • 1.8k

સ્વપ્નસુંદરીને જોઈને હું ચોંકી ઉઠ્યો હતો.છેલ્લા એક કલાકથી હું તેની પ્રતીક્ષા કરી રહ્યો હતો અને જ્યારે તે પહોંચી ત્યારે મારું તેના પર ધ્યાન જ નહોતું એ એક વિડંબના જ હતી.જોકે સારી વાત એ હતી કે તેણે ખુદને જાહેર કરી દીધી હતી."છેલ્લા એક કલાકથી આ મારી પ્રતીક્ષા કરી રહ્યો છે.અને ગઈકાલે આને ખરેખર એક્સિડન્ટ થયો હતો.આ વાત હું ખાતરીપૂર્વક કહી શકું છું કારણકે એ એક્સિડન્ટ મારી જ કાર સાથે થયો હતો. અને અત્યારે કારને જે નુકસાન થયું તેની ચર્ચા કરવા અત્યારે અમે મળવાનું નક્કી કર્યું હતું.મને લાગે છે કે કદાચ જે છોકરો ગઈકાલે હોસ્ટેલ આવ્યો હતો તે પ્રવીણ જેવો દેખાતો હશે