ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 8

  • 2.8k
  • 1.8k

મારી આખી કહાણી સાંભળીને સૌરભનો પહેલો પ્રતિભાવ ખડખડાટ હસી પડવાનો હતો.પછી હાસ્યમાં થોડું વિરામ લઈને તે બોલ્યો,"એટલે તું એવું કહેવા માંગે છે કે તું લેડીઝ હોસ્ટેલના ચોકીદાર પાસે પૂછપરછ કરવા પહોંચી ગયો હતો? અલ્યા બબૂચક!""હવે મને બીજો કોઈ રસ્તો સૂઝ્યો નહીં તો હું શું કરું?""પણ આ તો તારી સાથે એકદમ ફિલ્મી સ્ટોરી જેવું થઈ ગયું. કારથી ટક્કર મારી અને એ પણ કોણે?તારી હિરોઈને.પણ તેનો ફાયદો શું થયો? હજી એ તેનું નામ તો તને ખબર જ નથી ને?""પણ એક વાત તો લોજીકલ છે કે તે ફર્સ્ટ યરની સ્ટુડન્ટ છે. નહીતર આપણે તેને પહેલાં જોઈ જ હોત.અને તે ગર્લ્સ હોસ્ટેલ ક્યાં છે