પ્રણય પરિણય ભાગ ૫૩વિવાનની ગાડી દેખાતી બંધ થઈ ત્યાં સુધી ગઝલ ત્યાં જ ઉભી રહી. પછી અંદર ગઈ. મિહિર ઓફિસ જવાની તૈયારી કરી રહ્યો હતો.'અરે! પ્રિન્સેસ.. તું?' મિહિર ગઝલને જોઇને ખુશ થતાં બોલ્યો.'ગુડ મોર્નિંગ ભાઈ..' ગઝલ તેને ભેટીને બોલી. 'ગુડ મોર્નિંગ.. વિવાન પણ આવ્યો છે?' મિહિરે પૂછ્યું.'આવ્યા હતા પણ મને ઉતારીને જતા રહ્યા.''અરે! એમ કેમ ચાલ્યા ગયા? તારે એમને અંદર લેતાં અવાય ને?' કૃપા બહાર આવતાં બોલી.'એને ઓફિસ જવાનું મોડું થતુ હતું ભાભી, એટલે નીકળી ગયા.' ગઝલ સોફા પર પર્સ ફંગોળતા બોલી.'આજે પણ ના આવ્યાં.' કૃપા થોડી નિરાશ થઈ. પણ પછી તરતજ ગઝલ સામે જોઈને પુછ્યું: 'તારે નાસ્તો બાકી હશે