કલ્મષ - 24

(37)
  • 4k
  • 1
  • 2.2k

ત્રણ દિવસ તો આંખના પલકારામાં પસાર થઇ ગયા . વિવાનના ફિઝિશિયન પાસે જઈને રોજેરોજ ડ્રેસિંગ કરાવવા પછી ઈરાના મનમાં એટલી રાહત તો થઇ ગઈ હતી કે ઇન્જરી કોઈ વધુ સારવાર માંગે એવી નહોતી. ઈરાની ચિંતા બીજી હતી તે હતી જેમ બને એમ વહેલું ઘરભેળાં થવાય તો સારું. માના કોલ પણ જાણીજોઈને રિસીવ નહોતાં કર્યાં .ખબર હતી કે માનો પહેલો સવાલ હશે કે પહોંચી જઈને એક ફોન પણ ન કર્યો ? માને શું જવાબ આપવો ? કે પોતે હજી ઇન્ડિયામાં જ છે ? ને પૂછે કેમ અને ક્યાં ? તો ? તો શું જવાબ આપવો ?'શું વિચારમાં ગુમાઈ જાય છે વારે