ગીતાબોઘ - 15 - છેલ્લો ભાગ

  • 2.1k
  • 1.1k

અધ્યાય પંદરમો મંગળપ્રભાત શ્રી ભગવાન બોલ્યા : આ સંસારને બે રીતે જોવાય. એક આ : જેનું મૂળ ઊંચે છે, જેની શાખા નીચે છે, ને જેને વેદરૂપી પાંદડાં છે એવા પીપળારૂપે જે સંસારને જુએ છે તે વેદનો જાણકાર જ્ઞાની છે. બીજી રીત આ ચે : સંસારરૂપી વૃક્ષની શાખા ઉપર નીચે ફેલાયેલી છે; તેને ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલા વિષયરૂપી અંકુર છે, અને તે વિષયો જીવને મનુષ્યલોકમાં કર્મના બંધનમાં સપડાવે છે. નથી આ વૃક્ષનું સ્વરૂપ જાણી શકાતું, નથી તેને આરંભ, નથી અંત, નથી તેનું ઠેકાણું. આ બીજા પ્રકારનું સંસારવૃક્ષ છે, તેણે જોકે મૂળ તો બરાબર ઘાલ્યું છે, છતાં તેને અસહકારરૂપી શસ્ત્ર વડે છેદવું,