ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 7

  • 2.4k
  • 1.5k

ફોન મારા પિતાજીનો હતો.મેં ધડકતા હૃદયે વાતચીત ચાલુ કરી,"હા પપ્પા બોલો!""કશું બોલવાને લાયક તે મને છોડ્યો છે?" મને અંદાજો તો આવી ગયો હતો છતાં મેં ભોળા બનીને વાતચીતની શરૂઆત કરી."મને એવું જાણવા મળ્યું કે મારો એક્સિડન્ટ થયો છે અને હું આઇસીયુમાં દાખલ છું.કમાલની વાત છે નહી? મારો એક્સિડન્ટ થયો છે અને મને જ ખબર નથી! તને શું લાગે છે?હું જીવતો તો રહીશને?"મેં નવનીતભાઈ ને મનોમન મને જેટલી ગાળો આવડતી હતી તે બધી દઈ દીધી.પણ પ્રશ્ન એ હતો કે પિતાજીને શું જવાબ આપવો?પણ પિતાજી સાંભળવાના નહી બલ્કે સંભળાવવામાં મૂડમાં હતા."તને શરમ આવે છે?""...........""એક તો ચાલુ ગાડીએ ચઢે છે અને ઉપરથી આવા