૨૦ . રાણા રાયમલ પરમ યશસ્વી રાણા કુંભાજીના અવસાન પછી તેમના પુત્ર રાયમલ મેવાડના મહારાણા બન્યા. તેઓ પરાક્રમી પિતાના યોગ્ય વારસદાર હતા. આ સમયે માળવામાં સુલતાન નો ઉદય થયો. તેઓની આંખમાં મેવાડ કણાની માફક ખુંચતું હતું. રાયમલનો સમકાલીન માળવાનો સુલતાન ગિયાસુદ્દીન મહત્વકાંક્ષી હતો. મુત્સદ્દી રાયમલ આ વાત સારી પેઠે સમજતા હતા. તેમણે ચિત્તોડને કાયમ શસ્ત્રસજ્જિત રાખ્યું. માળવાના સુલતાન ગિયાસુદ્દીન સાથે રાણા રાયમલ ને અનેકવાર સંઘર્ષમાં ઉતરવું પડ્યું. અને દરેક વખતે રાણાને વિજયશ્રી વરી. છેવટે ગિયાસુદ્દીને સંધિ કરી. બાપારાવળના જમાનાથી ભગવાન એકલિંગજી કુળદેવ તરીકે સ્થાપિત થઈ ગયા હતા. બાપા રાવળે બંધાયેલું લગભગ પાંચસો વર્ષ જુનું મંદિર જર્જરિત થઈ ગયું હતું. રાણા