ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 17

  • 2.6k
  • 1.5k

રાણા કુંભાજી                  મેવાડની ગાદીપર એક એવો મહાન રાજવી ઈ.સ.1433માં બિરાજમાન થયો કે જેણે મેવાડને સુવર્ણયુગ આપ્યો. રાણા કા ગર્જન  ગુંજ રહા, કુંભા કી ભૈરવ લલકારેં, મારુત કી સાંય સાંય મેં હૈ, અરિદલ કી કાતિર ચિત્કારે, એ હતા રાણા કુંભાજી ઉર્ફે કુંભકર્ણજી. તેઓ અદ્વિતીય વીર હતા. પ્રતાપી હતા. એ અલગ તરી આવતા પોતાના અપાર સંગીતશાસ્ત્રના જ્ઞાનને કારણે. સ્થાપત્ય કલાના તો વિશારદ હતા. તેઓના સમયમાં ખેડૂતો સુખી હતા. વ્યાપારીઓ નિર્ભય હતા. વ્યાપારની ધોરીનસ જેવા વણઝારાઓને મેવાડ પ્રદેશમાં ક્યાંય કનડવા કોઈ હિંમત કરતું નહીં. કારીગરોને તો નિત નવાં સ્થાપત્ય બંધાવાથી ગુજરાતની ચિંતા જ રહી ન