ઋણાનુબંધ - 20

(16)
  • 3.3k
  • 2
  • 2.3k

પરેશભાઈએ ઘરે પહોંચ્યા બાદ થોડીવાર આરામ કર્યો, મુસાફરી કરીને થાક્યા હતા. સાંજે એમણે પ્રીતિ અને સૌમ્યાને પોતાના રૂમમાં બોલાવી અને અજયના ઘરે ભાવનગર જવાની વાત કરી હતી. પ્રીતિ તો સંકોચનાં લીધે કઈ બોલી જ ન શકી, પણ એના ચહેરાની હાસ્યથી ઉદ્દભવેલી આછી ગુલાબી ભાત ઘણું રજુ કરી રહી હતી. કુંદનબેન બોલ્યા, 'કાલથી નવરાત્રી ચાલુ થાય છે, તો નવરાત્રી પછી જયારે રજાની અનુકૂળતા હોય ત્યારે જઈએ તો કેવું રહેશે?' 'હા, કુંદન વાત તો તારી સાચી જ છે. પ્રીતિ તારું શું કહેવું છે?' 'પપ્પા તમે જેમ નક્કી કરો એ બરાબર જ હશે.' પ્રીતિના જવાબ પરથી પરેશભાઈએ હસમુખભાઈને દશેરાના દિવસે ભાવનગર આવવાનું કહ્યું