મહારાણા મુકુલજી ચિત્તોડગઢમાં મુક્તિનું પર્વ ઉજવાયું. ફરી એકવાર ચંડે પોતાની નિષ્ઠાનો પરિચય આપ્યો. કંચન વધુ ઉજ્જવળ થઈને બહાર આવ્યું. મંડોવરનું રાજ્ય મેવાડમાં વિલીન કરી દીધું. યુદ્ધમાં જેમણે જેમણે વીરતા બતાવી તેમને જાગીરો આપવામાં આવી. કલાજી અને વીરાજીને ઊંચા ઓહ્દા આપવામાં આવ્યા. થોડા વર્ષો પછી સુલતાન ફિરોજખાંએ મેવાડ પર આક્રમણ કર્યું. પરંતુ તેની હાર થઈ. જહાજ્પુર ખાતે યુદ્ધ ખેલાયું ત્યાં હાડાઓને હરાવ્યા. ગુજરાતના સુલતાન અહમદશાહ પહેલાને પરાજિત કર્યો. દિલ્હીના સુલતાન પર પણ મેવાડના મહારાણાની ધાક હતી. મહારાણા મુકુલે ચિત્તોડગઢમાં વિષ્ણુનું મંદિર બંધાવ્યું. પાસે સુંદર તળાવ બંધાવ્યું. સમદિશ્વર મંદિરનું સમારકામ કરાવ્યું. ભગવાન એકલિંગજીના મંદિરનો કોટ ચણાવ્યો. ધાર્મિક વૃત્તિના