મહારણા લક્ષસિંહ્જી હમ્મીરદેવના પુત્ર ક્ષેત્રસિંહ મેવાડના રાજવી બન્યા. તેઓ પોતાના પિતા જેવા જ ધૈર્યવાન, મહાવીર અને ધર્મવીર હતા. શાસકમાં જે તેજસ્વિતા હોવી જોઇએ એ તેઓમાં હતી. તેમણે અજમેર, માંડલગઢ પર વિજય મેળવ્યો. ઇડરના રાજકુમાર રણમલને બંદી બનાવ્યો. છપ્પનગઢ, જહાજપુર અને પાટણના જિલ્લા મેવાડ રાજ્યમાં વિલિન કરી દીધા. માળવાના પ્રથમ સુલતાન અમીશાહ સાથે ભીષણ યુદ્ધ થયું. એમાં વિજય મેળવ્યો. દિલ્હીના સુલતાનની સેનાને બાકરોલ આગળ હરાવી. વિજયયાત્રા ચિત્તોડના રાજમાર્ગે આગળ વધતી હતી. ત્યાં મહારાણાની નજર એક સુંદર કન્યા પર પડી. સોળ વર્ષની એક અપૂર્વ સુંદર કન્યા જોઈ મહારાણા એના રૂપ પર મોહાંધ થયા. “કરણ, જો સામે ઊભેલી